એક યુવક મોટર સાયકલ લઇને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે ભાર રીક્ષાના ચાલકે તેની સાથે અકસ્માત સર્જતા તેનુ મોત નિપજયું હતુ.અકસ્માતની આ ઘટના ચલાલા કેરાળા માર્ગ પર બની હતી . કેરાળામા રહેતા કલ્પેશભાઇ હસમુખભાઇ રાઠોડ ઉ.વ .૨૬, નામનો યુવક પોતાનુ મોટર સાયકલ નંબર જી.જે. ૨૧ કે ૭૩૪૪લઇને તારીખ ૧૧ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યે ઘર તરફ આવી રહ્યો હતો . તેઓ કેરાળા માર્ગ પર પહોંચતા ભાર રીક્ષા નંબર જીજે ૦૪ ટી ૫૯૩૫ ના ચાલકે પાછળથી બાઇકને હડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત થયુ હતુ . બનાવ અંગે હસમુખભાઇ રાઠોડે અકસ્માત સર્જનાર ભાર રીક્ષા ચાલક લવજીભાઇ સાગઠીયા સામે ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે . આ બનાવ અંગે પી.એસ.આઇ. એ.વી.સરવૈયા વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે .
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી