ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસમાં શ્રાવણ મહિના અગાઉ જ જુગાર રમતાં પાંચ શખ્સોને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રકમ મોબાઈલ સહિત રૂ. 60,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
શ્રાવણ મહિનો બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બનાસકાંઠા પોલીસે પણ શ્રાવણીયો જુગાર રમતા શખ્સોને ઝડપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે શ્રાવણ માસ અગાઉ જ પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. એલસીબી પોલીસ સ્ટાફના માણસો ડીસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે. બાતમી મળી હતી કે, ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે બનાસ નદીના પટમાં કેટલાક ઈસમો જુગાર રમે છે. જેથી તે જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ઈસમમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 5 ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી રોકડા રૂ. 20,900 તેમજ મોબાઈલ સહિત કુલ રૂ. 60,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જુગાર રમતા ઝડપાયેલા ઇસમો
(૧)જયેશ બાબુભાઈ લુહાર (રહે. કચ્છી કોલોની, ડીસા) (૨) નિર્મલ જશુભાઈ રાઠોડ (રહે. વર્ધમાન સોસાયટી, કોલેજ રોડ, ડીસા)
(૩) મહેશજી બાલુજી ઠાકોર (રહે. આસેડા, તા. ડીસા) (૪) શાંતિભાઈ મશરૂભાઈ નાઈ (રહે, વેલુનગર, ડીસા) (૫) રાજુભાઈ વીરચંદભાઈ મહેતા (રહે, વાસણા તા. ડીસા)