બનાસાંઠા જીલ્લાની આર્થિક નાગરી ડીસા શહેરમાં માત્ર બે ઇંચ સામાન્ય વરસાદમાં પડતાજ તંત્રની પોલ ખુલી ગઈ હતી.! તે સમજાતું નહોતું કે ડીસામાં આટલા બધા ખાડાઓ અને બંમ્પ છે કે ખાડાઓ અને બંમ્પોમાં ડીસા શહેર છે.! કારણ કે ગણ્યા ગણાય નહી વીણ્યા વીણાય નહી એટલા અઢળક ડીસામાં સમાય નહી એટલા ખાડા અને સ્પિડ બ્રેકરના નામે બંમ્પોની હાટડીઓ લાગેલી છે. જેના કારણે વૃધ્ધો અને દવાખાને જતા મરીઝને ખુબજ તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આતો પાડા ના વાંકે પખાલીને ડામ દીધા જેવી સ્થિતી કહેવાય.!