ઉત્તર પ્રદેશમાં પૂર, 350 ગામ ડૂબ્યા: ભારે વરસાદના લીધે 24 કલાકમાં 4નાં મોત; આજે 22 રાજ્યોમાં એલર્ટ; જુઓ

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. લખીમપુર ખીરી પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં 5 તાલુકાઓના 350 ગામોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ, લલિતપુરમાં વરસાદને કારણે ગોવિંદ સાગર ડેમના વધુ 4 દરવાજા ખોલવા પડ્યા હતા. પહેલેથી જ 16 દરવાજા ખોલાયા છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

શનિવારે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડના નવી ટિહરીમાં ભૂસ્ખલનમાં એક માતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં વીજળી પડતાં બે લોકોના મોત થયા હતા.

મહારાષ્ટ્રના પુણેમાં 24 જુલાઈએ ભારે વરસાદમાં તણાઈ ગયેલા 26 વર્ષીય યુવકનો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો. પુણેમાં બુધવારથી અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. નવી મુંબઈમાં શનિવારે એક ઈમારત ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગે આજે 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ક્યાં અતિ ભારે અને ક્યાં ભારે વરસાદનું એલર્ટ

અતિ ભારે વરસાદનું એલર્ટ- રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ

ભારે વરસાદનું એલર્ટ- ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ.

વાવાઝોડું અને વીજળીની ચેતવણી: મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી.

દેશભરમાંથી વરસાદની તસવીરો...