બનાસકાંઠા એસીબીના હાથે એક લાંચિયો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો છે. જેમાં સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના વેવાઈ સામે પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા 8,000 ની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી પાલનપુર એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા જ રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સૂઇગામના એક ગૃહસ્થના વેવાઈ સામે પોલીસ મથકે અરજી થઈ હતી. જેની તપાસ શહેરની બીટનો હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહ્યો હતો. જેણે અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા સારૂ રૂ. 8,000 ની લાંચની માંગણી કરી હતી.
જેની ગૃહસ્થે બનાસકાંઠા એસીબી માં જાણ કરી હતી. જેથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યુ હતું. ગૃહસ્થે પાસેથી કોસ્ટેબલ પૈસા સ્વીકારતા જ એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.