વડોદરામાં 24 જુલાઈએ પડેલા 14 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હતી. આજે ચોથા દિવસે પણ વેપારીઓને કળ વળી નથી, કારણ કે કાપડબજાર, ફર્નિચરબજાર, કરિયાણાબજાર સહિતની બજારોમાં આવેલી દુકાનોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં, આથી દિવ્ય ભાસ્કરે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીમાં ડૂબેલી દુકાનો ખાતે પહોંચી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, વડોદરાના વેપારીઓને 20 કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ ભારે વરસાદમાં 1 હજાર કાર તો 2 હજાર ટૂ-વ્હીલર બંધ પડી ગયાં છે, જેનાથી લોકોને 5 કરોડ જેટલા રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available

કાપડના વેપારીઓને નુકસાન

વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે 2019માં પડેલા ભારે વરસાદ અને પૂરને કારણે વડોદરાના વેપારીઓને અંદાજે રૂપિયા 60થી 70 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે આ વખતે ભારે વરસાદને કારણે વડોદરાના વેપારીઓને રૂપિયા 20 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાનો અંદાજ છે. એમાં ખાસ કરીને રાવપુરા રોડ, એમજી રોડ, પ્રતાપનગર રોડ ઉપરના કાપડ, ફર્નિચરના વેપારીઓ સહિત અન્ય વેપારીઓને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત પ્રતાપનગર રોડ ઉપર ફર્નિચર સહિતની દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે ભારે નુકસાન થયું છે.

2000થી વધુ ટૂ-વ્હીલર બંધ

ટૂ-વ્હીલર ઓટો ગેરેજના સંચાલક મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે ટૂ-વ્હીલરોમાં ભારે નુકસાન થયું છે. 25 જુલાઈએ સવારે ગેરેજ ખૂલતાંની સાથે જ ટૂ-વ્હીલરની લાંબી કતારો લાગી હતી. નાનાં-મોટાં તમામ ગેરેજોની બહાર ટૂ-વ્હીલરોની લાઈનો લાગી હતી. મોટા ભાગે કાર્બોરેટરોમાં પાણી ભરાઈ જવાને કારણે ટૂ-વ્હીલરો બંધ પડી ગયાં હતાં. અંદાજ મુજબ 2000 ઉપરાંત ટૂ-વ્હીલરો પાણીમાં પડવાના કારણે બંધ થઈ ગયાં હતાં.

પૂર્વ વિપક્ષી નેતાએ મુખ્યમંત્રીને લખ્યો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલું પૂર માનવ સર્જિત હોવાનો આક્ષેપ કરતો પત્ર પૂર્વ વિપક્ષી નેતાએ મુખ્યમંત્રીને લખ્યો છે. પત્રમાં તેમણે દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી માટે ખર્ચાતા રૂપિયા 6થી 7 કરોડ અને છેલ્લા 10 વર્ષમાં ખર્ચાયેલા રૂપિયા 1 હજાર કરોડમા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે વડોદરામાં આવેલા પૂરની જ્યુડીશીયલ અને વિજિલન્સ તપાસની માગ કરી છે.

કરોડનો ભ્રષ્ટાચાર

તેમણે પત્રમાં આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી પાછળ રૂપિયા 6થી 7 કરોડ ખર્ચ કરવામાં આવે છે. અને છેલ્લા 10 વર્ષમા 1 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાં વડોદરામાં પૂરની સ્થિતી કેવી રીતે સર્જાઇ. પાલિકા આજવા સરોવરમાં 214 ફૂટ પાણી સંગ્રહ કરી શકે તેમ હતું. અને જેમ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થાય તેમ પાણી છોડવામાં આવ્યું હોત તો વડોદરામાં પૂરની સ્થિતી સર્જાઇ ન હોત. પરંતુ પાલિકાના ભાજપા શાસકો અને વહિવટી અધિકારીઓના અણઘડ આયોજનના કારણે પૂરની સ્થિતી સર્જાઇ છે. આ પૂર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે.

તાત્કાલિક કેશ ડોલ ચૂકવો

પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતે મુખ્યમંત્રીને લખેલા પત્ર દ્વારા

માંગ કરતા જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં માનવ સર્જિત

પૂરમાં જે લોકોને નુકસાન થયું છે. તેઓની નુકશાનીનો

તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વડતર ચૂકવવામાં

આવે. તે સાથે તાત્કાલિક કેશ ડોલ ચૂકવવામાં આવે. આ

ઉપરાંત વિશ્વામિત્રી નદીનો વડોદરા શહેરને આવરી લેતો

35-કિ.મી.નો પટ અને તેના તમામ કાંસો, કોતરોનો વિસ્તાર

(એરિયાઅને પટ) જાહેર કરવામાં આવે. અને જેમાં

સરકારી કે ગેરસરકારી થયેલા દબાણો, પુરાણ દૂર કરવામાં

આવે.