ભૂજ રેન્જના આઇ.જી. ચિરાગ કોરડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા દારુ જુગાર ચોરી જેવા ગુનાહો શોધી કાઢવા માટે સુચના કરેલ હોઈ ડીસા નાયબ પોલીસ અધિક્ષક સી એલ સોલંકી અને ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉતર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. બી. ઠાકોર સહિત પોલીસ ટીમ દ્વારા નવા બસસ્ટેન્ડ પાસેથી ટાયરવાળી ટ્રોલી બેંગમાથી ભારતીય બનાવતનો વિદેશી દારૂની 162 બોટલ સાથે નરેશભાઈ હરજીભાઈ રાજપૂત (રહે. કુંવાણા, તાલુકો લાખણી)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી કુલ 14,256 નો મુદ્દામાલ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો.
જ્યારે ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં 19.7.2024ના રોજ બાઈક ચોરીનો ગુન્હો નોંધાયાં બાદ ઉતર પોલીસે કડક વાહનચેકીંગ હાથ ધરી ગાયત્રી સર્કલ પાસેથી ચોરીના બાઈક સાથે પ્રવિણજી ઉર્ફે પવો સોવનજી ઠાકોર (રહે. નગોટ, તાલુકો. કાંકરેજ)ને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલા બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાયા હતા.
આમ ડીસા ઉત્તર પોલીસ દ્વારા શહેરમાં અસમાજીક પ્રવૃતિઓ કરતાં લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા અસમાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.