આજ રોજ જાફરાબાદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ત્રિરંગા રેલી વિશાળ સંખ્યામાં રેલી ત્રિરંગા યાત્રા દેશની આન બાન શાન ગણાતો રાષ્ટ્રીય ત્રિરંગા ધ્વજ ને માન આપવા માટે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાયેલી હતી

આ ત્રિરંગા યાત્રા માં જાફરાબાદ શહેરના સમસ્ત મુસ્લિમ સમાજની સાથે હિન્દુ સમાજના અગ્રણીઓ અને આગેવાનો જુદી જુદી સંસ્થાઓ ના હોદેદારો ઉમંગ પૂર્વક જોડાયા હતા હાથમાં ત્રિરંગા ઝંડા લઈને જોડાયા હતા કવિ પ્રદીપજી ગાંધીજી ની અહીંસાને અંજલિ આપવા માટે લખે છે કે દેદી હમે આઝાદી બિના ખડ્ગ, બિના ઢાલ , આઝાદી સુધી ની સફર ના ૭૫ વર્ષ પૂર્ણ થયા એટલે આપણા દેશના લોકો આઝાદીકા અમુત મોહોત્સવ મનાવીરહ્યા છે. આના અનુસંધાને સમગ્ર દેશ આઝાદીનો જશ્ન મનાવીરહ્યો છે. ઓગસ્ટ ૧૪, ૧૯૪૭ ની મધરાતે ભારતના બંધારણ સભાની ખાસ બેઠક મળી હતી ગુલામી ના લાંબા કાળ પછી ભારતદેશ

 સ્વતંત્ર થયો લાલ કિલ્લા પરથી યુનિયન જેક ઊતર્યો અને ભારત દેશની શાન ત્રિરંગો લહેરાવ્યો જાફરાબાદ ના સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજનાં સર્વ સમાજ લોકો બંદર ચોકમાં એકત્રિત થઈ ને આઝાદીના નારા લગાવિયા હતા વંદેમાતરમ્ ભારતમાંતા કી જય દેશની શાન ત્રિરંગા ને આપીયે માન વિગેરે વિગેરે નારા લગાવિયા હતા આ ત્રિરંગા યાત્રા માં જાફરાબાદ પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ હાથમાં ઝંડા લઈને રેલી માં જોડાયો હતો પી.આઇ જે જે ચૌધરી સાહેબ ની આગેવાની માં જોડાયો હતો.