કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી

(અહેવાલ સંજય ચુનારા ખેડા)

શૈશવ હોસ્પિટલ નડીઆદ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરમ કેસ દાખલ થવા અંગેની માહિતી જીલ્લા આરોગ્ય તંત્રને મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વસ્તી ગણતરી કરી અને અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લઈ તાવના કેસ નોંધવામાં આવ્યા. જેમાં હાલ ફક્ત એક દાખલ દર્દી હોવાનું માલુમ પડેલ. 

વધુમાં જુના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડોને માટીના લીપણથી પુરાવવાની, કાચા મકાનોની દિવાલોની ફકત ધાર ઉપર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ અને ઢોર-કોઠારની ધાર પર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ કરાવવાની કામગીરી કરવામાં આવી.

અસરગ્રસ્ત દર્દીનું લોહી સેમ્પલ એન.આઈ.વી.-પુણે ખાતે પોઝીટીવની ખાત્રી કરવા મોકલી આપવામાં આવેલ છે. તથા અસરગ્રસ્ત વિસ્તારમાંથી 2 ગાય, 3 ભેસ, 2 વાછરડા,3 બકરી એમ કુલ 10 જાનવરોના લોહીના સેમ્પલ ચકાસણી અર્થે એન.આઇ.વી-પુણે ખાતે મોકલવામાં આવેલ છે.