થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મહાજનપુરા પુલ પાસેથી ફાયર ટીમે તરતો યુવકનો મૃતદેહ બહાર નીકળી વાલીવારસોને સોંપ્યો હતો. બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઇ છે. જેમાં અવાર-નવાર લોકો ઝંપલાવી મોતને વહાલું કરતાં હોય છે. ત્યારે આજ મહાજનપુરા પુલ નજીક કોઇ તરતો મૃતદેહ જતો હોવાની જાણ ફાયર ટીમને કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, આજરોજ સવારે મહાજનપુરા પુલ નજીક કોઇ મૃતદેહ તરતો કેનાલમાં જતા હોવાનો કોલ આવતા અમે અમારી ટીમ સાથે મહાજનપુરા મુખ્ય કેનાલ પર પહોંચી કેનાલમાં ઝંપલાવી મહામુસીબતે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. જે મૃતક યુવક થરાદની ચામુંડા નગર સોસાયટીનો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.