ખેડબ્રહ્મા પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામા છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓની સુચનાથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબ, ઇડર વિભાગ ઈડર તથા તથા શ્રી ડી.એન.સાધુ સી.પી.આઈ. સા.શ્રી ખેડબ્રહ્મા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો એ.વી.જોષી પો.સબ ઇન્સ. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા
જે દરમ્યાન આજરોજ અમો એ.વી.જોષી પો.સબ ઇન્સ. ટીમના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમોને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૫૨૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ,૪૫૭,૩૮૦મુજબ ના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી રામજીભાઈ
લુકાભાઈ પરમાર રહે બુરીયા તા.કોટડા છાવણી પકડવાનો બાકી હોય અને જે ખેડવા તરફથી ખેડબ્રહ્મા તરફ આવે છે અને જેણે શરીરે કાળા કલરનું શર્ટ તથા ક્રિમ કલરનુ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે અમો તથા ટીમના માણસો સાથે સયુંકત ટીમ બનાવી એસ.ટી.સ્ટેન્ડ નજીક રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ મળી આવતા જેને પકડી પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં સામેલ હોવાની કબુલાત કરતો હોય તેમજ આઇ.સી.જી.એસ. પોર્ટલમા તપાસ કરતા ઉપરોક્ત ગુન્હામા સંડોવાયેલ હોવાનુ જણાઇ આવતા તેને એસ.ટી. સ્ટેન્ડ નજીક રોડ ઉપરથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આમ, છેલ્લા બે વર્ષથી નાસતા ફરતાઆરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧)એ.વી.જોષી પો.સબ ઇન્સ
(૨)કે.વી.વહોનીયા પો.સબ ઇન્સ
(૩)એ.એસ.આઈ.નિલમબેન પ્રતાપદાન બ નં-૬૬૪
(૪)પ્રો.એ.એસ.આઈ.અનિરુધ્ધસિંહ શુભેંદ્રસિંહ -૦૨૭૫
(૫)પો.કો.વાસુભાઈ ઇન્દુભાઇ બ નં-૫૯૦
(૬)પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ બ નં-૦૧૧
(૭)પો.કો.વિકાસકુમાર હસમુખભાઈ બ નં-૭૨૫
(૮) પોકો.અક્ષયકુમાર પોપટભાઈ બ નં-૩૬૪