બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામની હદના મોરિયા ધનાલી ગામ પાસેથી ભારત સરકાર દ્વારા રદ કરાયેલી જૂની ચલણી નોટોના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસે કુલ 82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા હોવાથી તેની તપાસ હાથ ધરી છે.
ભારત સરકાર દ્વારા જે જૂની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી છે તે નોટો બનાસકાંઠા જિલ્લામાંથી મોટી માત્રામાં મળી આવી છે. LCB પોલીસ વડગામના મોરિયા ધનાલી ખાતે વોચમાં હતા. તે સમય દરમિયાન એક કાર પર શંકા જતા તેને રોકાવી તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય ચલણીની રદ થયેલી જૂની ચલણી નોટો મોટી માત્રામાં મળી આવી હતી. જેમાં 500 ના દરની 11610 નોટો તેમજ 1000 ની દરની 1699 જેટલી નોટો મળી કુલ 13309 જેટલી જૂની દરની નોટો જેની કિંમત 75 લાખ 04 હજાર સહિતનો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે ઈસમો કે જે જૂની ચલણી નોટો આપનાર છે તે મળી કુલ ચાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ
(૧) અસરફભાઇ દાઉદભાઇ મુમન, અરોડીયા (રહે. મહંમદપુર, દાંતા)
(૨) હાર્દિકભાઇ ઇદરીશભાઇ મુમન માકણોજીયા (રહે. ખેરોજ, દાતા)