રાજ્યમાં બુટલેગરો બાદ હવે ડ્રગ્સ પેડલરો બેફામ બન્યા છે.આંતરરાષ્ટ્રીય સ્તરેથી ડ્ર્ગ્સ હેરાઇન ,કોકઇન સહિતના માદક પર્દાથ ભારતમાં ઘુસાડી દેશના યુવાધનને બરબાદ કરવાનુ કાવતરૂ ઘડવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે ભારત યુવાનોનો દેશ છે પરંતુ આ યુવાનોને બરબાદ કરવા આંતરરાષ્ટ્રીય સ્તેરથી તરકટમાં રચવામાં આવી રહ્યો છે અને કન્સાઇમેન્ટ આડમાં ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ મોકલી રહ્યા છે દેશમાં પોતાના નેટવર્ક વિકસાવી પેડલરો સુધી પહોંચાડી રહ્યા છે

રાજ્યમાં માદક પર્દાથનું દૂષણ ખૂબ જ હદે ફુલફાલી રહ્યો છે જેને નાથવા ગુજરાત એ ટી એસ , એસ ઓ જી સહિતની ટીમો પેડલરોના નાપાક ઇરાદાઓને ડામવા લાલઆંખ કરી છે ગુજરાતમાં ડ્રગ્સ મુકત કરવા રાજ્યસરકાર દ્રારા અભિયાન છેડવામાં આવ્યુ છે. સંસ્કારી અને સાંસ્કૃતિક નગરી વડોદરામાંથી મોતનો સમાન એમ ડી ડ્રગ્સ ઝડપાયો છે.

વડોદરા એસ ઓ જીને ખાનગી રાહે બાતમી મળી હતી કે વડોદરામાં કબીરખાન નામનો શખ્સ ઘરે ડ્રગ્સનો જથ્થો રાખી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માલેતુજાર નબીરાઓને વેચાણ કરી લાખો રૂપિયા ખંખેરી રહ્યો છે જયાં એસ ઓ જીએ કબીરખાનના ઘરે દરોડા પાડતા એમ 4.32 MD ડ્રગ્સ અને 4.37 ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત 5 લાખથી વધુ આંકવામાં આવી છે SOGએ ડ્રગ્સનો જથ્થો કયાથી લવાતો અને કોને કોને મોકલતો તે અંગે ધનિષ્ઠ પૂછપરછ હાથધરી છે