રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબંધી રહ્યા છે.. રાહુલ ગાંધીએ કહ્યું, આઝાદીની લડાઈ ગુજરાતથી શરૂ થઈ હતી. કૉંગ્રેસની ઓફિસ તોડી તેમ અમે તેમની સરકાર તોડીશું. ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશે. 2022ની જેમ નહીં, 2017ની જેમ ચૂંટણી લડીશું. 2017માં કૉંગ્રેસ દમખમ સાથે ચૂંટણી લડી હતી, આગામી ત્રણ વર્ષમાં કૉંગ્રેસ ભાજપને હરાવશે.
નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવા નહોતા માગતા. મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગતા હતા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી, વારાણસીમાં મોદીની જીત પાતળી સરસાઈથી થઈ. પંજાના ચિહ્નમાં તમામ ધર્મોમાં સ્થાન છે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, અંગ્રેજો સામે કૉંગ્રેસ લડ્યુ હતુ, RSS નહીં. કૉંગ્રેસમાં નહીં ભાજપમાં ડરની ભાવના છે.
રાહુલ ગાંધીએ કહ્યું અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપની હાર થશે. કૉંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ ભાજપને હરાવશે. આપણે ડરવાનું નથી. ગુજરાતની જનતા ડર વગર લડશે તો ભાજપ હારશે. કૉંગ્રેસમાં ડરની રાજનીતિ નથી. કૉંગ્રેસનો કાર્યકર્તા મુક્તમને વાત કરી શકે છે. અમારો કાર્યકર્તા અમારાથી ડરતો નથી.
કોંગ્રેસની લીગલ ટીમ સાબરમતી જેલ પહોંચી છે અને કોંગ્રેસના કાર્યકરોને મળવા માટે મુલાકાત માંગવામાં આવી છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હોવાથી મંજૂરી મળી શકે છે. રાહુલ ગાંધીએ પ્રદેશના નેતાઓને કહ્યું હું મળવા જઈશ, કોંગ્રેસના કાર્યકરોને જેલમાં પણ મળવા જઈશ.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર દિલીપ સંઘાણીએ નિવેદન આપતાં કહ્યું, અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસ નક્કી થયા બાદ તેમને મીડિયામાં સ્થાન લઈ સહકારી કાર્યક્રમ વચ્ચે થોડો સમય મીડિયામાં રહેવા આયોજન કર્યું છે. રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય હોતો નથી, રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું છે.
પથ્થરમારા કેસમાં કોંગ્રેસના આરોપીઓ કાર્યકર્તાઓને જેલ હવાલે કરાતા સાબરમતી જેલ પર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આ કાર્યકર્તાઓને મળવા પોલીસ સ્ટેશન જવાના હતા.