ફરીવાર ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની ક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.' હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય
- માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ
જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.