વીરપુરમાં વ્યાજખોરોથી ત્રસ્ત બનેલી પ્રજા માટે લોક દરબાર યોજાયો...
તાલુકા વિકાસ અધિકારી જયકુમાર ચૌધરી સહિત નગરના વેપારીઓ, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા
મહિસાગર જીલ્લાના વિરપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.બી.ઝાલાની અધ્યક્ષતામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓ તથા સ્થાનિક ગ્રામજનોને બચાવવા માટે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્રારા વેપારીઓને જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યાજખોરો ઉંચુ વ્યાજ લઈને હેરાન કરતા હોય તો એવા વ્યાજખોરોના નામ જણાવો. તેમની સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ પી.એસ.આઈ એ પ્રજાજનોને જણાવ્યું હતું મહીસાગર જીલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અન્વયે બુધવારના રોજ વિરપુર પોલીસ સ્ટેશન P. S. I એસ બી ઝાલાની અધ્યક્ષતામાં વિરપુર તાલુકા પંચાયત કચેરી ખાતે નગરના વેપારીઓ સાથે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ દ્વારા વેપારીઓ સાથે વ્યાજખોરોની માહિતી આપવા બાબતેની ચર્ચા કરવામાં આવી હતી.અને કોઈપણ વ્યાજખોર ખોટી રીતે કે બળજબરીથી વ્યાજ વસૂલતો હોય કે કોઈપણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક વિરપુર પોલીસને જાણ કરવા તેમજ વ્યાજખોરોની માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી સમજ આપવામાં આવી હતી આમ વ્યાજખોરો સામે લાલ આંખ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને વ્યાજખોરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે....