સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મામાં ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો.
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ધોરણ 9 અને 11 ના દીકરા દીકરીઓને આવકારવામાં આવ્યા. જેમાં ક્લાસ વન અધિકારી જીનલબેન ચૌધરી, અન્ડર સેક્રેટરી ઇન્ડસ્ટ્રીઝ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર તથા લાઈજન અધિકારી તરીકે અમિતભાઈ પટેલ અને સ્ટેશન પ્રાથમિક શાળા ખેડબ્રહ્માના સી.આર.સી નીલમબેન રાવલ તેમજ સંસ્થાના મંત્રીશ્રી જેઠાભાઈ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રસિકભાઈ ધોળું ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય અધિકારીઓએ ધોરણ 9 અને 11 માં દાખલ થયેલ નવા દીકરા દીકરીઓને આવકાર્યા હતા અને પુસ્તક કીટ આપી આશીર્વાદ આપ્યા. તથા ગત વર્ષે ધોરણ 9 થી 12 માં પ્રથમ ક્રમે આવેલ દીકરા દીકરીઓને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા. ત્યારબાદ શાળા મૂલ્યાંકન કરી અને સ્માર્ટ ક્લાસ નું ઉદઘાટન જીનલબેન દ્વારા કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કરી અને અટલ ટીંક ટીંગ રીંગ લેબોરેટરી, કમ્પ્યુટર લેબની તથા વોકેશનલ ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ લેબની મુલાકાત લીધી અને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ક્લાસ વન અધિકારી જીનલ બહેને જણાવેલ કે એસએસસીની પરીક્ષા પણ મેં જ્યોતિ હાઈસ્કૂલમાં આપી હતી. સી.આર.સી નીલમ બહેને જણાવેલ કે ધોરણ એક થી આઠ હું આ શાળામાં ભણી છું અને આજે મૂલ્યાંકન કરવા માટે મારી માતૃસંસ્થામાં આવવા બદલ ખુબ ખુશી અનુભવું છું.. આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે સ્વાગત અભિવાદન કરેલ. પ્રાથમિક પરિસરમાં પણ આચાર્ય શ્રી ધીરુભાઈએ પણ સ્વાગત કરેલ. સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલાએ આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અજીતસિંહ દેવડા, એસ.પી પટેલ, જનકભાઈ ઠાકર, રાજેન્દ્રસિંહ દેવડા, પ્રજ્ઞાબેન પટેલ, નરેશભાઈ પટેલ, તાનસેન તથા સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જહેમત ઉઠાવેલ.. કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ 12 ની દીકરી મહેક પ્રજાપતિએ કર્યું હતું..