ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળી લી..ની ૨૯ મી જનરલ સભા યોજાઈ
આજરોજ તેરાપંથ ભવન ખાતે મંડળીના ચેરમેન પ્રજાપત ગુદડજી મોહનજી ના અધ્યક્ષ સ્થાને ધી રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળી લી.ની જનરલ સભા યોજાઇ હતી જેમાં 29 વર્ષે સંસ્થાના પૂરા થતા સંસ્થાના મેનેજર યોગેશભાઈ સુથાર દ્વારા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને સંસ્થાના પ્રગતિ અંગેના અહેવાલ અહીં રજૂ કરાયા હતા તો રજૂ કરાયેલા હિસાબો ને જનરલ સભાએ બહાલી આપી હતી અંતમાં એમડી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંસ્થાના પૂર્વ ચેરમેન દ્વારા મંડળીને બેંક તરફ લઈ જવા અને બેંક બનાવવા માટે સભાસદ મિત્રો તેમજ ચૂંટાયેલા સદસ્યો કામગીરી કરે તેવું સૂચન તેઓના દ્વારા જનરલ સભામાં આપવામાં
આવ્યુ હતુ
હાલના સમયમાં સંસ્થાના સભાસદોને આપવામાં આવતી 20,000 ની લોનની જગ્યાએ વ્યક્તીગત લોન 50,000 ની આપવામાં આવે તેવું જનરલ સભામાં સર્વાનુમતે ચર્ચા કરવામાં આવી હતી અને વર્ષ 2024-2025 માટે આંતરિક ઓડિટર તરીકે વૈષ્ણવ રમેશભાઈ બી ની નિમણૂક કરાઈ હતી