પાટણ જિલ્લા ભાજપ અને બક્ષીપંચ મોરચા દ્વારા "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત પાટણ વિધાનસભાના કાંસા ખાતે દશરથજી ઠાકોર (સૈનિક પરિવાર - દીકરી આરતી ઠાકોર BSF બાડમેર તેમજ દીકરો કિરણજી ઠાકોર આર્મી જમ્મુ) ના ઘરે શ્રી કે.સી.પટેલ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો તેમજ સૈનિક પરિવાર નું શાલ ઓઢાડી અને બુક આપી સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા ભાજપના મંત્રી અને હર ઘર તિરંગા અભિયાન ના ઇન્ચાર્જ જયરામ દેસાઈ, તાલુકા ભાજપના મહામંત્રી લાલજી દેસાઈ, પ્રવીણ ચૌધરી, પ્રદેશ કારોબારી બક્ષી. મોરચો ગિરીશ મોદી તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

ગામમાં હાજર ત્રણ આર્મીમેન અજયસિંહ રાજપૂત, ભરતજી ઠાકોર અને કિરણજી દલપતજી ને પણ તિરંગા અર્પણ કરવામાં આવ્યો...

રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ