પ્રાઈડ રિસોર્ટના મેનેજર દ્વારા આ સુંદર કાર્ય કરવામાં આવ્યું

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમૂહ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી અંબાજી ખાતે વિવિધ ધાર્મિક અને પવિત્ર કાર્યક્રમો યોજતા હોય છે જ્યારે ચોક્કસથી અંબાજી વિસ્તારમાં અનેક નાની મોટી હોટલો અને રિસોર્ટ આવેલા છે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે ચોક્કસથી કહી શકાય અંબાજી ખાતે આવેલ પ્રાઇડ રિસોર્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રિસોર્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો.વહેલી સવારે 6:00 વાગે રિસોર્ટના ગાર્ડનમાં સર્વે લોકો એકત્રિત થયા હતા અને શાંત વાતાવરણ વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે રિસોર્ટ ના રાકેશભાઈ ચૌહાણ દ્વારા આ યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલ લોકોને યોગમુદ્રાઓ સ્વાસ્થ્ય વ્યાયામ અને ધ્યાન એકત્રીકરણ નો અભ્યાસ કરાવ્યો હતો. સાથે જ કહી શકાય કે રાકેશભાઈ ચૌહાણ એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મહેમાનો અને કર્મચારીઓ એ સાથે મળી પ્રાઈડ રિસોર્ટમાં યોગ દિવસ મનાવ્યો હતો જેની મને ખુશી થાય છે સાથે જ યોગ સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે એક સરખો દૃષ્ટિકરણ પ્રતીક છે અને બધાએ પોતાના જીવનમાં યોગ કરવા માટે દરરોજ સમય કાઢવો જોઈએ અને યોગ કરી પોતાના શરીરને સ્વાસ્થ રાખવું જોઈએ.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી