ભાભરનો પરિવાર જમાઈની અંતિમ ક્રિયા માટે 14 જૂનની મોડી રાત્રે અમદાવાદ જતા માંડલ પાસે રસ્તામાં કાર ઝાડ સાથે અથડાતાં માતા-પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવાન પુત્રને ગંભીર ઇજા થતાં તેનું પણ સારવાર દરમિયાન બુધવારે મોત થતાં ઠક્કર સમાજમાં ગમગીની છવાઇ હતી.

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

ભાભરનો ઠક્કર પરિવાર જમાઈની અંતિમ ક્રિયા માટે 14 જૂનની રાત્રે અમદાવાદ જતાં માંડલ પાસે રસ્તામાં પારકર ઠક્કર સમાજના કારીયા પરિવારની કાર ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં પ્રભુલાલ કરસનલાલ કારીયા તથા શાંતાબેન પ્રભુલાલ કારીયાના આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ થયા હતા. તેમજ કાર ચલાવી રહેલા પુત્ર રાજેશ પ્રભુલાલ કારીયાને અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થયું હતું.

ગંભીર ઈજાગ્રસ્ત રાજેશનું સિમ્સ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. ડોક્ટરે રાજેશને બ્રેઇન્ડેડ જાહેર કર્યો હતો. જેમનું બુધવારે મૃત્યુ થતાં પરિવારમાં ભારે શોક છવાયો હતો. જેમની અંતિમવિધી ભાભર શહેરમાં કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

રાજેશને હવે કોઈપણ રીતે બચાવી શકીએ તેમ નથી તે પાકકું થતાં પરિવારજનોએ નિર્ણય કર્યો કે રાજેશના અંગોનું દાન કરીને બીજી જીંદગીઓને કેમ નવજીવન ના આપવું જોઈએ તેવો સંકલ્પ પરિવારે કર્યો હતો.રાજેશના હાર્ટ, કીડની, લિવર, આંખ જેમને મળશે તે બધા જ રાજેશને દુઆ આપી રાજેશને અમર બનાવશે તેવા ઐતિહાસિક નિર્ણય માટે પરિવારને પણ ઘણા આશિર્વાદ બની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, પારકર ઠક્કર સમાજની પાંચ જેટલી વ્યક્તિઓએ તેમના દેહાવસાન પછી અંગદાનનો સંકલ્પ કરેલો છે.