ઢુણાદરા ગામમાં ઘેર ઘેર ઝાડા -ઉલ્ટી નાં ૩ દિવસમાં ૭૦ થી પણ વધુ કેસો અને સાથે સાથે તાવના પણ કેસોમાં વધારો !

સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીવાનું પાણી ગટરનાં પાણી સાથે મિક્સ થવાને કારણે ઝાડા ઉલટી ના કેસો વધી રહ્યા છે .

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોર થી ૭ કિલોમીટર દૂર આવેલ ઢુણાદરા ગામમાં ઝાડા ઉલટી ના કેસોમાં અને તાવના પણ કેસોમાં હાલ વધારો થયો છે .

ઢુણાદરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલટીના ફક્ત 16 કેસ નોંધાયા છે. જેને લઈને ઠાસરા તાલુકાના હેલ્થ ઓફિસરનો પણ ટેલીફોનિક સંપર્ક કરતા થઈ શક્યો ન હતો કારણ કે હેલ્થ ઓફિસરનો ફોન બંધ આવતો હતો.

નાના નાના બાળકો પણ ઝાડા ઉલ્ટી માં સપડાયા છે.

સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે તેવી સ્થાનિકોની માંગણી છે

રિપોર્ટર :- અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.