તળાજા આસપાસની ઝુંપડપટ્ટી ઓમા પોતાના પરિવાર જનોને સાથે લઈ ન જઈ જાતે ભોજન પીરસનાર, કપડા, ધાબળા આપનાર વગેરે ગરીબોની પરિસ્થિતિ સમજીને સંતોષી છે તેવા શિવકથાકાર ભારદ્વાજ બાપુનો આજે જન્મ દિવસ છે ત્યારે બ્લડ ડોનેશન કેમ સહિત બીજી પણ સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવણી કરશે.
તળાજાના શિવકથા સાથે ગરીબો માટે આશુતોષ અન્નક્ષેત્ર થકી દરરોજ ગરીબોને રમકડા, ફટાકડા, ઋતુંગત ભોજન આપી હૈયે દિલાસો આપી બાળકો ચહેરા ખુશી લાવનાર ભારદ્વાજ બાપુ દર વર્ષની માફક આ વખતે પણ પોતાના જન્મ દિવસ અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જે બ્લડ એકઠું થશે તે થેલેસેમિયા ગ્રસ્તને માટે વાપરવામાં આવશે.
તળાજા શહેર આવેલ વાવચોક સ્થિત ખરક જ્ઞાતિની વાડી ખાતે આજે સવારે ૯ થી ૨ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પનો શુભારંભ થશે