ડીસાના આખોલ ચાર રસ્તા પાણીના ટાંકા પાસે મહાદેવીયા ગામનો યુવક શનિવારે બપોરે રસ્તો ઓળંગી રહ્યો હતો. ત્યારે અજાણ્યો વાહન ટક્કર મારી નાસી ગયો હતો. યુવકને સારવાર અર્થે પાલનપુર ખસેડતા તેનું મોત નિપજ્યું હતું.
ડીસાના મહાદેવીયા ગામના સુખાજી ચમનજી ઠાકોર શનિવારે બપોરે આખોલ ચાર રસ્તા પાણીના ટાંકા પાસે રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને ટક્કર મારી ભાગી ગયો હતો. જેથી સુખાજીને ગંભીર ઇજાઓ થતાં 108માં ડીસા સિવિલમાં લાવ્યા હતા. ત્યારે તેમના ભાઇ ચંદુજી તેમજ તેઓના ભત્રીજાઓ ડીસા સિવિલ પહોંચતા સુખાજી ગંભીર હાલત હોવાથી તેઓને પાલનપુર સિવિલમાં રીફર કર્યા હતા.
જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેઓની લાશનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ચંદુજી ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.