ધાનેરાના ભાટીબ ગામે ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે ભાઈઓના મોત થયા હતા. આ બનાવના પગલે સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પહોંચી બંને યુવાનોના મૃતદેહને ખેત તલાવડીમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના ભાટીબ ગામે મોડી રાત્રે બે ભાઈઓના ડુબી જવાથી મોત થયા છે. ખેત તલાવડીમાં નાનો ભાઈ ડુબવા લાગ્યો હતો. જેથી મોટો ભાઈ તેને બચાવવા જતા બંને ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે.
આ બનાવની જાણ પરિવાર અને આજુબાજુના સ્થાનિક લોકોને થતા બન્નેની શોધખોળ હાથ ધરી હતી. બનાવના પગલે સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી બન્ને યુવાનોના મૃતદેહ ખેત તલાવડીમાંથી બહાર કાઢી ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈને ઘટનાની જાણ થતા તેઓએ ફેસબુકના માધ્યમથી મૃતક યુવકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. મૃતક જીતેન્દ્રસિંહ નામનો યુવાન વડોદરા ખાતે એસ આર.પી.માં નોકરી કરતો હતો.