આરોગ્ય વિભાગ- ગ્રામ પંચાયતની 6 ટીમોએ હોટલો,નાસ્તા ગૃહો,પાર્લરમાં તપાસ હાથ ધરી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
લાખણી માં 90 સ્થળોએ તપાસ,અખાદ્ય ચીજવસ્તુ વેચતા વેપારીઓ ને રૂપિયા 4400 નો દંડ ફટકાર્યો..
રિપોર્ટર : અશોક ભાટી લાખણી
લાખણી માં શુક્રવારે હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરોના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતની સંયુક્ત 6 ટીમો દ્વારા 90 થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જેમાં અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા વેપારીઓ પાસેથી રૂપિયા 4400 નો દંડ અને નોટિસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..
લાખણીમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી તેમજ અખાદ્ય, ઠંડા-પીણા સહિતની ચીજવસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં ન સપડાય તેની તકેદારીના ભાગરૂપે લાખણી ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગે શુક્રવારે સંયુક્ત રીતે અલગ-અલગ 6 ટીમો દ્વારા હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરો સહિત 90થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
આ ટીમોએ હોટલો, રેસ્ટોરન્ટ, ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી. જેમાં કેટલીક જગ્યાએ ફરસાણની દુકાનમાં બહુ દિવસથી પડેલ ખાદ્યવસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ, એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓનું
વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન મોટાભાગની દુકાનો અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ 100 થી 500 રૂપિયા સુધીનો રૂ. 4400નો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી..
આ સમગ્ર કામગીરી લાખણી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.આર. આર. પટેલ સાહેબશ્રી તેમજ તાલુકા આરોગ્ય સુપરવાઈઝર બી.આર. તરક સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાખણી ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ ની સંયુક્ત રીતે અલગ-અલગ 6 ટીમો દ્વારા કરવામાં આવી હતી અને વેપારીઓને અખાદ્ય ચીજવસ્તુઓ ન વેચે તેવી તકેદારી રાખવાની ભલામણ કરી હતી..