અમદાવાદમાં દિવસભરની ગરમી બાદ રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છેલ્લા એક અઠવાડિયાથી લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે આજે વરસાદના શ્રીગણેશ થતાં વાતાવરણમાં ઠંડક વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. ભારે બફારા બાદ લોકોને હવે ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદ થયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે.