હડાદ નજીક જીપની ટક્કરે બાઇક સવારનું મોત નિપજ્યું હતું. સાબરકાંઠા જીલ્લાના કલછાવાડાના રહેવાસી કિકાભાઈ સાયબાભાઈ ખેર મંગળવાર ના રોજ તેમનું બાઇક નં. જીજે-01-એફબી-6184 લઈને તેમના ગામના મગનભાઈ હાંકાભાઇ બુંબડીયા તથા આતુભાઇ નાણાભાઈ બુંબડીયા અને દાંતાના મચકોડાના મનીષાબેન મોહનભાઈ રોઈસા સાથે બાઇક પર હડાદ જવા માટે નીકળ્યા હતા. જેમને હડાદ પોશીના ત્રણ રસ્તાથી કલછાવાડા જવાના રસ્તા પર સામેથી આવતી ગાડી નં. જીજે-13-એફ-4840 ના ચાલકે ટક્કર મારતા ચારે જણા નીચે પડ્યા હતા.

108 દ્વારા ચારે જણને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં કિકાભાઈ સાયબાભાઈ ધનાભાઈ ખેરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે ત્રણ જણને ઈજાઓ થતાં અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જેથી મૃતકના પિતા સાયબાભાઈ ધનાભાઈ ખેરે હડાદ પોલીસ સ્ટેશને ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.