ખિદમત ગ્રુપ હાથજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઈનામવિત્રણ અને સન્માન સમારોહ યોજાયો.

તારીખ ૮ જૂન ને શનિવાર ના દિવસે નડીઆદ તાલુકાના હાથજ તાબેના સંદલીપુરા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ પિરે તરિકત રહેબરે

શરિયત અલ્વિઉલ હુસેની ગાદી નસીન ખાનકાહે કાદરિયા સંદલીપુરાના જનાબ સૈયદ નઈમુદ્દીન બાપુ (બાવાસાબ) ના પ્રમુખ સ્થાને યોજાયો કાર્યક્રમની શરુઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે નડીઆદથી જનાબ હાજી હફિજુદ્દીન કાદરી સાહેબ ઓનેસ્ટ સિનિયર સિટીઝન ફોરમ નડીઆદના પ્રમુખ પધાર્યા હતા સાથે સાથે જનાબ ઈમ્તિયાઝ હુશેન શેખ સાહેબ પુર્વ સચિવ ગુજરાત રાજ્યએ પણ હાજરી આપી હતી. ફલાહેદારૈને કેળવણી મંડળના સંચાલક જનાબ હફિજભાઈ મલેક સાહેબ નિવૃત્ત નાયબ મામલતદાર. જનાબ યુનુસભાઈ સેખ સાહેબ (સામાજિક અગ્રણી સિધ્ધપુર) જનાબ માજીદ ખાન પઠાણ એડવોકેટ અને નડીઆદ નગરપાલિકા કાઉન્સિલર તેમજ પૂર્વ કાઉન્સિલર સલ્લુ ભાઈ ડફાલ તેમજ જનાબ જહિર ભાઈ મલેક જનાબ ઈમ્તિયાઝ ભાઈ વૈદ સાહેબ (સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન)જનાબ સૈયદ ચાચા ચા વાળા સંસ્થાના આમંત્રણને માન આપી પધાર્યા હતા. સાથે સાથે હાથજ ગામનાં અગ્રણીઓ તરીકે જનાબ ઈકબાલ ખાન પઠાણ (ડેપ્યુટી સરપંચ)

જનાબ સરજુ બેગ મિરજા (કરિયાણાના વહેપારી) જનાબ સોહરાબુદ્દીન (પલમ્બિંગ કોન્ટ્રાકટર) જનાબ દરિયાવખાન (પુર્વ ટપાલ વિભાગ કર્મચારી) જનાબ સમસેરખાન (નિવૃત બેન્ક ઓફ બરોડા કર્મચારી) સિવાયના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

નડીઆદથી ખાસ યુવાઓને પ્રેરણા આપવા દિકરી સલમા મેમણ જે ૨૦૨૪ ssc ની પરીક્ષામાં ૯૯.૯૯ pr સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ડૉ મુસ્કાન મેમણ mbbs યુવાઓને પ્રેરણા આપવા પધાર્યા હતાં . બન્ને દિકરીઓનું પ્રમુખ અને પીરે તરીકત તેમજ અતિથિ વિશેષ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે વર્તમાન સમયમાં ઈન્ડિયન આર્મી ( અગ્નીવીર) ની સફળ ટ્રેનિંગ પુર્ણ કરી પધારેલ હાથજના યુવા મોહસીન ખાન જહિર ખાન પઠાણ નું પણ સંસ્થાના પ્રમુખ દ્વારા વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું સાથે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સન્માનીત કરી પેનો અને ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખિદમત ગ્રુપ દ્વારા કરવામાં આવેલા કાર્યોનો અહેવાલ પણ આવેલ મહેમાનો અને તમામ સદસ્યો વચ્ચે વહીવટી પારદર્શકતા રૂપી મૂકવામાં આવ્યો હતો. 

કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિદમત ગ્રુપ ના પ્રમુખ જનાબ મજીદ ખાન પઠાણ સાહેબ (નિવૃત્ત PSI) ચેરમેન જનાબ મયોદ્ધિંન ખાન પઠાણ સાહેબ (નિવૃત PSI) સેક્રેટરી જનાબ કાલુબેગ (નિવૃત્ત ASI) તેમજ ખજાનચી જનાબ લતીફખાન પઠાણ સાહેબ (નિવૃત્ત ASI) અને ગ્રુપના તમામ પદાધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તેમજ ગ્રુપના સદસ્યો માટે અલ્પાહાર અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા પણ ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી. 

કાર્યક્રમના અંતે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો....!!