કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં મોટા પ્રમાણમાં સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થઇ રહ્યું છે. ત્યારે ઘણા સમય બાદ તંત્ર જાગ્યું અને સોમવારે ખાણ ખનીજ અને એસઓજી પોલીસે કાંકરેજ તાલુકાના કસલપુરા વિસ્તારની બનાસ નદીમાંથી બિન અધિકૃત રેતીનું ખનન કરતા એક હિટાચી મશીન અને છ ડમ્પર ઝડપી પાડ્યા હતા. અને એક કરોડ પંચોતેર લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
કાંકરેજ તાલુકાના કસલપુરાની બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રેતીનું મોટા પ્રમાણમાં ખનન થઇ રહ્યું છે. ત્યારે સોમવારે પાલનપુર ખાણ ખનીજ અને એસઓજી ટીમ ત્રાટકી હતી. જેમાં બનાસ નદીમાં બિન અધિકૃત રેતીનું ખનન કરતાં એક હિટાચી મશીન અને છ ડમ્પર ઝડપાયા હતા. આમ ખાણ ખનીજ વિભાગે 1 કરોડ 75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.