ડીસા શહેર દક્ષિણ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. દેસાઈ 5 સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, ડીસા ગંજીપુરા ગવાડી ઢાળમાં ઉતરતા વ્હોળામાં ખુલ્લા વાડામાં કેટલાક ઈસમો ભેગા જુગાર રમે છે. જેથી પોલીસે રેડ કરતા અગિયાર ઈસમ જુગાર રમતા પકડાઈ ગયા હતા. તેઓની અંગઝડતી તથા દાવમાંથી મળી કુલ રૂ. 10,580ની રોકડ સાથે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અબ્દુલરહિમ ઉસ્માનભાઈ સિંધી, રહે. ડીસા ભોપાનગર કાફેમીલન પાસે, રજજબભાઈ મહંમદભાઈ સિપાહી રહે. ડીસા ગવાડી ગંજીપુરા વાઘરીવાસના નાકે, શામળાજી જુવારાજી પરમાર રહે.અજાપુરા કાંટ રોડ ડીસા, દિલિપકુમાર હિરાલાલ પઢિયાર રહે. નવી પોલીસ લાઈન પાસે પીપાજીનગર, જાકિરહુસેન બસીરભાઈ કુરેશી રહે. ડીસા ગવાડી ગંજીપુરા પાણીના ટાંકા પાસે, જાકિરહુસેન ઉમરભાઈ શેખ, રહે ડીસા મીરામહોલ્લા મસ્જીદ પાછળ, સરફરાજ ગુલજાર કુરેશી રહે ડીસા છોટાપુરા ગવાડી મિનારા મસ્જીદ બાજુમાં, નારનદાર કોડુમલ આસ્નાની રહે નવાવાસ પોલીસ-લાઈન પાછળ, હમીદ અલ્લાબેદી શેખ રહે ગવાડી ગંજીપુરાપાણીના ટાંકાના સામેનાભાગે, ગોરધનજી ગણેશજી ઠાકોર રહે. ચાવડીવાસ, મોહંમદ હનિફભાઈ ઈકબાલભાઈ કુરેશી રહે. મીરામહોલ્લા ઝડપી પાડ્યા હતા.