*ખેડબ્રહ્માની યુવતીની હત્યા બાબતે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારાને આવેદનપત્ર આપ્યા બાદ........

આજરોજ રાજસ્થાનનાઆદિજાતિ કલ્યાણ ગૃહ રક્ષા કેબિનેટ મંત્રી ને રજૂઆત* 

ખેડબ્રહ્માની પ્રજાપતિ સમાજની યુવતીને રાજસ્થાનમાં સાસરીમાં હત્યા કરી દેતા આરોપીઓ વિરુદ્ધ પગલાં ભરવા રાજસ્થાનના કેબિનેટ મંત્રી શ્રી બાબુલાલ ખરાડી ને આવેદન આપવામાં આવ્યું 

 ખેડબ્રહ્મા :ખેડબ્રહ્માના રાજસ્થાનના પ્રજાપતિ સમાજના ચૈનારામ માલજી પ્રજાપતની સુપુત્રી જશોદાબેન ઊ.વ 28 નું લગ્ન રાજસ્થાનના લાંબીયા ( ખૈરવા) તા. પાલી ખાતે દિલિપકુમાર ગિરધારીલાલ પ્રજાપત સાથે 9 વર્ષ અગાઉ કરવાંમાં આવ્યુ હતું 

 ગત 20 મે ના રોજ જશોદાબેનના પતિ દિલિપકુમાર ખાટુશ્યામ ખાતે ગયેલ હતા તે સમયે તેમના પિતા ગિરધારીલાલે તેમણે ફોન કરી જણાવેલ કે તારી પત્ની જશોદાએ ઘરમાંથી રૂ. 40 હજાર ચોરી કરેલ છે અને તે પૈસા તેની બેગમાંથી મળી આવેલ છે જેથી દિલિપકુમાર પરત ઘરે આવી જશોદાબેનને રૂમમાં પૂરી માતા પિતા અને દિયરની ચઢવણીથી માર માર્યો હતો જેમાં જશોદાબેનને ઇજાઓ પહોચી હતી જેમા તેમનું મરણ થયું હતું,. પણ આ પરિવારે મરણને અકસ્માત માં ખપાવવા પ્રયત્ન કરેલ હતા જે અંગે રાજસ્થાન પોલીસે ગુન્હો નોધ્યો હતો જેને લઈ ખેડબ્રહ્મા રાજસ્થાન સમાજ ધ્વારા રાજસ્થાનના આદિજાતિ કલ્યાણઅને ગ્રુહ રક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બાબુલાલ ખરાડી ને આવેદન આપી સત્વરે કાર્યવાહી કરવા માગ કરી હતી અને હત્યારાઓની કડકમાં કડક સજા થાય સમાજમાં તેનો ઉત્કૃષ્ટ દાખલો બેસે જેથી કોઈ ની લાડકવાયી દીકરીની ક્રૂર અને નિર્દેતાથી હત્યા કરવામાં ના આવે તે માટે હાજર રહેલા તમામે ગૃહ રક્ષા મંત્રી શ્રી બાબુલાલ ખરાડી જી ને રજૂઆત કરેલઅને તેઓએ ત્વરિત વિભાગના ડીએસપીને રજૂઆત કરી આ અંગે યોગ્ય પગલા લેવા માટે સૂચનાઓ આપી હતી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી લુકેશભાઈ ગમાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ  પૂૂર્વ કોર્પોરેટર દશરથ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના આગેવાન પ્રજાપતિ સમાજના સૌ આગેવાનો સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા