ખેડા લીમ્બાસી બીગ બ્રેકીંગ
*ફિલ્મી ઢબે ખેડા ના લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પર ગાડી ચડાવા નો પ્રયાસ અને મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી*
લીંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો
ખેડા માં અસામાજિક તત્વોનો આતંક એટલો થય ગયો છે કે હવે પોલીસ નેજ સુરક્ષા ની જરૂર પડવા લાગી છે .
વળોત્રીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન પર પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી
ત્યાર બાદ સાયલા પાટિયા પાસે PSI પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો
પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી
ત્યાં પોલીસ મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડેલ હતા
ત્યાં આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય ૧૦ એક માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ પર હુમલો કર્યો હતો
જેમાં આવેલા શક્શોએ પોલીસ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીને લઈને ભાગી ગયા હતા
ઘટના દરમિયાન પોલીસ કર્મીઓને હાથ અને પગમાં પણ લાકડીઓ મારવામાં આવી હતી
જેમાં PSI દેસાઈને પણ હાથમાં ઈજા પોહચી હતી.
આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા હતા અને પોલીસને પડકાર ફેક્યો હતો
પોલીસે ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૧૮૬ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કર્યો
અગાઉ પણ નડિયાદ માં પત્રકાર પર હુમલો કર્યો હતો જેમાં કોર્ટદ્વારા જામીન મડી ગયા હતા તે જોતા હવે આવા લુખા તત્વો ને કોઇ નો ભય રહ્યો નથી એવું લાગી રહ્યું છે
ગુજરાત પોલીસ માત્ર આમ જનતા ઉપરજ રોફ જમાવી રહી છે જ્યારે આવા અસામાજિક તત્વો પોલીસ પર ભારે પડવા લાગ્યા છે.
રિપોર્ટર, અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.