થરાદ શહેરની હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

રાજકોટ ની ઘટના બાદ તંત્ર દોડતું થયું.

રાજકોટમાં TRP ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગતરોજ બનાસકાંઠાના થરાદમાં આવેલ ખાનગી હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગના બનાવને લઈ બનાસકાંઠાનું વહીવટી તંત્ર તેમજ ફાયર વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે. થરાદમાં આવેલ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ફાયર અધિકારીઓની દ્વારા તપાસ આદરી હતી. થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી બાબતે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ઘટના બની છે તે પ્રકારની ઘટના ન બને તેને લઈ સાવચેતીના ભાગરૂપે થરાદ શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ મોટી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના શું પગલાં લીધેલ છે તેનું ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ વિવિધ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી અને ફાયર સેફ્ટી બાબતે ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ રહેશે એવું જણાવ્યું હતું.

અહેવાલ.ધર્મેશ જોષી થરાદ બનાસકાંઠા