આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઉમરેઠનું એમ.જી.વી.સી.એલ નું ગ્રાહક સુવિધા કેન્દ્ર રામ ભરોસે !

ઉમરેઠમાં આવેલ રણછોડજીના પગલા પાસે નું એમ.જી.વી.સી.એલ નું સુવિધા કેન્દ્રમાં જાણે લાઈટ કે પંખાનું બિલ જ ના આવતું હોય તેમ પંખા અને લાઈટો છેલ્લા એક કલાક ઉપરાંત થી ચાલુ !

એમ.જી.વી.સી.એલ સુવિધા કેન્દ્રમાં એક કલાકથી જે તે કર્મચારીઓની કે તમે સંબંધિત અધિકારીઓની ખુરશીઓ ખાલી હોવા છતાં પંખા અને લાઈટો ચાલુ દેખાઈ રહ્યા છે .

એક તરફ ઉમરેઠમાં અલગ અલગ વિસ્તારોમાં જનતાને લાઈટો નથી મળતી અને બીજી તરફ ઉમરેઠના જી.ઈ.બી.ના સુવિધા કેન્દ્રમાં ફુલ પંખા અને લાઈટો કેમેરામાં કેદ થવા પામી છે. આ કર્મચારીઓ ઉપર સંબંધિત તંત્રના અધિકારીઓ જાગશે અને પગલાં લેશે ખરા !.

રિપોર્ટર ; અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.