બનાસકાંઠા એલસીબી અને રાજકોટ પોલીસે આબુરોડથી વધુ એક રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો મામલે આરોપીને ઝડપી પાડ્યો..
रणजीत निवास - हेरिटेज वेडिंग रिसोर्ट - बूंदी राजस्थान
रणजीत निवास - हेरिटेज वेडिंग रिसोर्ट - बूंदी राजस्थान दिवाली स्पेशल ऑफर - 1,75 ,000 प्रति दिन - ऑफर 15 अक्टूबर से 30 अक्टूबर 2024 तक
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે રાજકોટ ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે, રાજસ્થાન ના આબુરોડમાં આરોપી ધવલ ઠક્કર હોવાની બાતમી એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળતા પોલીસે વોચ રાખી તેને આબુરોડ થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડમાં કેટલાય લોકોના જીવ હોમાયા હતા. ત્યારે ગેમઝોન ના ભાગીદાર આરોપીને પોલીસે રાજકોટમાં થી જ ઝડપી પાડ્યા હતા, પરંતુ કેટલાક આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેમાંથી એક ધવલ ઠક્કર નામનો આરોપી પણ રાજકોટ થી નાસી રાજસ્થાન ના આબુરોડમાં સંતાયો હતો, જેની બાતમી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસ ને મળી હતી, જેથી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસ ની ટીમો બનાવી રાજસ્થાન ખાતે મોકલી હતી, જેમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી એલસીબી પોલીસ ને આબુરોડમાં દેખાઈ આવતા તેને કોડન કરી ઝડપી પાડ્યો હતો, રાજસ્થાન ના આબુરોડ થી આરોપી ધવલ ઠક્કર ને પાલનપુર એસપી કચેરી લાવી રાજકોટ પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે..