ડીસા રબારી સમાજે પીરાણા ધામમાં સમાધિઓ તોડનાર સામે પગલાં લેવા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી..

સમગ્ર રબારી સમાજની ગુરુગાદી પીરાણા ધામમાં તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વોએ સંતો મહંતોની સમાધીઓની તોડફોડ કરતાં રબારી સમાજની લાગણી દુભાઇ છે, ત્યારે ડીસામાં રબારી સમાજની સુરાબાવાની જગ્યા દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..

અમદાવાદ નજીક પીરાણા ધામમાં તાજેતરમાં સંતો મહંતોની સમાધિઓ ની કેટલાક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર હિંદુ સનાતન ની સતપંથ રબારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે, આ સ્થળ તમામ હિન્દુ સનાતન સતપંથ ધર્મમાં માનનારાઓ નું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેથી આ જગ્યાના સદગુરુઓ અને આરાધ્ય દેવો તેની સમાધિઓ તોડનાર અને આ અસામાજિક કૃત્ય કરનાર સામે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય તેમ જ સમાધિઓનું પુનઃ સ્થાપન કરવાની માગ સાથે ડીસાના આસેડા સુરાબાવાની જગ્યાના રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..