શંખેશ્વરમાં જીલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ માટે તૈયારીઓને અપાયો આખરી ઓપ
જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ ધ્વજવંદન સમારોહની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ
15 ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે થશે ધ્વજવંદન
પાટણ જિલ્લાના જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહ આ વર્ષે તાલુકા મથક શંખેશ્વર મુકામે રાજયકક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે યોજાશે. જેની તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 15 મી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા આજે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના દ્વારા ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
15 મી ઓગસ્ટના મહાપર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જેનું આજે પાટણ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આજે યોજાયેલા રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, પોલીસ વડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.