દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.૧૩ ઓગસ્ટ થી તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૨  દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે.

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |

ત્યારે મહીસાગર જીલ્લાના કડાણા ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ મહીસાગર જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ“ અંતર્ગત ફ્લેગ માર્ચ તથા વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું. તથા  રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે કડાણા પોલીસ સ્ટેશન થી કડાણા મામલતદાર કચેરી સુધી પરિભ્રમણ કર્યું હતુ. જેમાં ડી.વાય.એસ.પી શ્રી વલવી સાહેબ, પી.આઈ ડિંડોર સાહેબ, કડાણા મામતદારશ્રી, કડાણા તાલુકા વિકાસ અધિકારીશ્રી, અગ્રણી ભગવતસિંહ, અજયસિંહ તથા કડાણા તાલુકાના તમામ હોમગાર્ડ યુનિટના જવાનો હાજર રહ્યાં હતા.