ડીસા તાલુકાના ઝેરડા ગામના સોની વેપારી બુધવારે સાંજે દુકાન બંધ કરી રૂપિયા 3 લાખ રોકડા તેમજ 6.94 લાખના સોના-ચાંદીના દાગીના લઇ એકટિવા ઉપર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સોએ છરાથી હુમલો કરી રોકડ રકમ અને દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય લૂંટારાઓને ઝડબી લીધા હતા. જ્યારે લૂંટમાં સામેલ અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

ડીસા તાલુકાના ઝેરડા ગામે વિપુલભાઇ નારણભાઇ સોની (ઉ.વ.36) તેમની બ્રહ્માણી ઝવેલર્સ દુકાન બંધ કરી બુધવારે રાત્રે 8.00 વાગ્યે રૂપિયા 3,00,000 રોકડા તેમજ રૂપિયા 5,85,000 ના સોનાના દાગીના, રૂપિયા 1,09,800 ના ચાંદીના દાગીના બેગમાં ભરી એકટિવા ઉપર ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન બાઇક ઉપર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ બાઇક આડુ કરી એક્ટિવા ઉભી રખાવી હતી. જે પૈકી એક શખ્સે તેમની ઉપર છરાથી હુમલો કર્યો હતો. અને ઝપાઝપી કરી રોકડ રકમ અને દાગીના ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જ્યાં દોડી આવેલા ગ્રામજનોએ ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડયા હતા. આ અંગે વિપુલભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ચારે તરફ નાકાબંધી કરી વાહનોની તપાસ હાથ ધરી હતી. જ્યાં ભીલડી પીએસઆઇ એ. કે. દેસાઇએ ટીમ સાથે ભીલડી સોયલા નાળા નજીકથી કારમાં નાસી રહેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી ગયો હતો. કારમાંથી પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો.

ઝડપાયેલા આરોપી

1. શ્રવણજી રણુભા ડાભી (રહે, શિહોરી હેમાણી પાર્ટી તા-કાંકરેજ ) : બાઇક સવાર તથા લૂંટ કરનાર મુખ્ય આરોપીમાંથી એક)

2. દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા (ઉ.વ 31) (રહે આંગણવાડા તા-કાંકરેજ) (લૂંટ કરી અલગ અલગ વાહનમાં વહેચાઇ જઇ મદદ કરનાર)

3. પ્રવીણજી પથુજી ઠાકોર (સોલંકી) ઉ.વ.૩૫ રહે-અઘાર તા-સરસ્વતી જી-પાટણ(લૂંટ કરી અલગ અલગ વાહનમાં વહેચાઇ જઇ મદદ કરનાર )

નાસતા ફરતા આરોપી

1. લાલભા નથુભા વાઘેલા (રહે, આંગણવાડા તા.કાંકરેજ (છરાના ઘા મારી થેલો ઝુંટવી લૂંટ કરનાર મુખ્ય સુત્રધાર)

2. નિકુલસિંહ જીતુભા વાઘેલા (રહે.ઉંબરી તા.કાંકરેજ) ( માલ સગેવગે કરી લૂંટ કરનાર મુખ્ય આરોપી)

3. નિકુલસિંહ જીવણજી વાઘેલા (રહે.મોટી રોબસ તા.ડીસા) (લૂંટનો પ્લાન બનાવનાર મુખ્ય સુત્રધાર)