ઝેરડા ગામે સોના-ચાંદીના વેપારીને લૂટનાર આરોપીઓને ભીલડી પોલીસે સોયલા ફાટક પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.....

(અહેવાલ નરેશ મોદી ભીલડી)

બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે.ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વ્યાપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહીત લૂંટની ઘટના સામે આવી છે... વિપુલભાઈ સોની ગઈ કાલે રાત્રે ઝેરડા ખાતે આવેલી પોતાની સોનાચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી 3 લાખ સિલક સહીત સોના ચાંદીના દાગીના લઇ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરિ બાઈક પરથી બે શખ્સઓ છરો લઇને ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘા ઝીંકી વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલો થેલો ઝુંટવી વિપુલ ભાઈના હાથે છરાના ઘા ઝીંકી રફૂચક્કર થઇ ગયા જો કે વિપુલભાઈએ ઘટનાને લઇ બુમાબુમ કરતા ઘટના સ્થળે કોઈ પહોંચે તે પહેલા તો લૂંટારા લૂંટ કરી રફૂચક્કર થઇ ગયા જો કે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા અને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડ્યા.જો કે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસએ મોડી રાતથી જ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા જો કે તે દરમ્યાન બનાસકાંઠાની ભીલડી પોલીસએ નાકા બંધી દરમ્યાન ભીલડીના સોયલાં ફાટક નજીક નાકાબંધી દરમ્યાન એક અલ્ટો કારને રોકાવી જો કે પોલીસએ કારને રોકાવતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસ જોઈ ભગી જતા પોલીસએ કારમાં બેઠેલા 3 શખ્સઓને ઝડપી કારની તલાસી લીધી તો કારમાંથી સોના ચાંદીના દાગીના સહીતનો મુદ્દામાલ મળી આવતા ભીલડી પોલીસએ શ્રવણ રણુભા ડાભી,દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને રૂ.9.17 લાખના મુદ્દામાલ સાથે દબોચી પૂછપરછ કરીતો આ લૂંટ રેકેટમાં કુલ 6 લોકો સંડોળવાયેલા હોવાનું અને આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીવણજી વાઘેલા નામના શખ્સએ ઘડી તેમાં 6 લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ની વધુ પૂછપરછ અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે..

ઝડપાયેલા આરોપીઓ 

- શ્રવણ રણુભા ડાભી (લૂંટમાં વપરાયેલ બાઈક ચલાવનાર) (રહે.શિહોરી હેમાણી પાર્ટી )

- દિલાવર બલદેવસિંહ વાઘેલા (લૂંટ કરી અલગ અલગ વાહનોમાં વહેંચાઈ જવા મદદ કરનાર (રહે.આંગણવાડા, કાંકરેજ )

- પ્રવીણ પથુજી ઠાકોર (લૂંટ કરી અલગ અલગ વાહનોમાં વહેંચાઈ જવા મદદ કરનાર)(રહે.અધાર, પાટણ )

ફરાર આરોપીઓ 

-લાલભા નથુભા વાઘેલા (છરો મારી લૂંટ કરનાર )(રહે.આંગણવાડા, કાંકરેજ )

- નિકુલ જીતુભા વાઘેલા (માલ સંગેવગે કરી લૂંટ કરનાર )(રહે.ઉંબરી કાંકરેજ )

- નિકુલ જીવણજી વાઘેલા (લૂંટનો પ્લાન ઘડનાર )(રહે.મોટી રોબસ, ડીસા )