ડીસાના બજરંગ નગરમાં એક મકાન બહાર ચાર્જિંગમાં મુકેલ ઈ-સ્કૂટીની બેટરીમાં અચાનક ધડાકો થતા આગ લાગી હતી.જેથી દોડધામ મચી હતી સદનસીબે જાનહાની ટળી હતી.

ડીસાના કાંટ રોડ ઉપર આવેલ બજરંગનગરમાં રહેતા મહેશભાઈ માળીના મકાન આગળ ઇ-સ્કૂટી ચાર્જમાં મૂકેલું હતું. તેમની દીકરી સ્કુટી ચાલુ કરવા જતા ચાલુ થઈ ન હતી. જેથી તેણે તેના પપ્પાને ફોન કરતા તેઓ જણાવેલ કે બેટરી બહાર કાઢીને ફરીથી લગાવવા જતા અચાનક બેટરીમાં ધડાકો થઈ આગની જ્વાળાઓ છૂટી હતી.

 ધડાકાભેર અવાજ સાથે બેટરી ભડભડ સળગી ગઈ હતી. અચાનક ધડાકા સાથે આગ લાગતા સોસાયટીમાં પણ દોડધામ મચી હતી.આજુબાજુથી લોકોએ દોડી આવી આગ ઓલવવાની કોશિશ કરી હતી. જોકે સદનસીબે જાનહાની ટળી હતી.અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે.

 ત્યારે ઇલકેટ્રીક વાહન ધરાવતા લોકોએ પણ ચાર્જિંગ કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગભગ બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન વાહન ચાર્જ કરવાનું હિતાવહ રહે છે.