વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નોંધાવી ઉમેદવારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કાલ ભૈરવ મંદિરની મુલાકાત લીધા બાદ ઉમેદવારી નોંધાવી છે. પીએમ મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ સોમવારે મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી 6 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. સમગ્ર રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. ત્યારે આજે પીએમ મોદીના નોમિનેશનની સાથે અન્ય અનેક રાજકીય ઘટનાક્રમ પણ જોવા મળશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવા માટે DM ઓફિસ પહોંચ્યા હતા.