ડીસાની બનાસ નદીના બ્રિજ પરથી શુક્રવારે સાંજે યુવક નદીમાં પટકાતા મોત નિપજ્યું હતું. યુવકે આપઘાત કર્યો કે અકસ્માતે બનાસ નદીમાં પડ્યો તેને લઈને રહસ્ય સર્જાયું છે. ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે રહેતા સુરતુભા વિજુભા વાઘેલા (ઉં.વ.40) શુક્રવારે સાંજે ડીસા બનાસ નદીના પુલ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. યુવક નીચે પટકાતા નીચે લોકો એકત્ર થયા હતા. જોકે, આ દરમિયાન યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 108 ઈમરજન્સી વાન આવતા મેડીકલ ઓફીસરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક બે બાળકોનો પિતા છે. ઉંબરીથી ડીસા આવી બનાસ નદીના પુલ પરથી આપઘાત કર્યો કે અકસ્માતે નીચે પટકાયો તે અંગે રહસ્ય સર્જાયું છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.