Lok Sabha Election 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હું અરવિંદ કેજરીવાલ અને ઈન્ડિ ગઠબંધનને કહેવા માંગુ છું કે, મોદીજી 75 વર્ષના થઈ રહ્યા હોવાથી તમારે ખુશ થવાની બિલકુલ જરૂર નથી. ભાજપના બંધારણમાં એવું નથી લખ્યું કે, મોદીજી ફરી વડાપ્રધાન ના બની શકે. તેઓ ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. નોંધનીય છે કે, તિહાર જેલમાંથી બહાર આવીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન કર્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે 75 વર્ષના થઈ જશે. 17 સપ્ટેમ્બર તેમનો છેલ્લો દિવસ છે. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહને વડાપ્રધાન બનાવાશે કારણ કે, વડાપ્રધાન મોદીએ જ 75 વર્ષ પછી નિવૃત્ત થવાનો નિયમ બનાવ્યો હતો.’ બીજી તરફ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે કે ‘આવતા વર્ષે તમે 75 વર્ષના થઈ જશો, તો શું તમે નિવૃત્ત થવા તૈયાર છો?’
મોદીજી 75 વર્ષના થઈ રહ્યા છે, ખુશ ના થાઓ, ભાજપના બંધારણમાં નથી લખ્યું કે તેઓ આટલા વર્ષે PM ના બની શકે': કેજરીવાલને અમિત શાહનો જવાબ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/05/nerity_565c519e7455a302fd28faf6637414b8.jpg)