પેટલાદના મરિયમ પુરામાં આવેલ સેન્ટ મેરીસ હાઈસ્કૂલમાં ધોરણ 10 માં લેવાયેલી પરીક્ષામાં ક્રીસી સંજયકુમાર મકવાણાએ 99.72 પર્સન્ટાઈલ મેળવી સમગ્ર પેટલાદનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર તથા તેમના માતા પિતા અને પરિવારજનોએ તેમને સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.