નવસારીમાં ફાઇન આર્ટસમાં અભ્યાસ કરતી ડીસા પંથકની છાત્રાને બરોડાના ખાનગી બસ ચાલકે ઉત્તર ભારતની ટૂર દરમિયાન પેઇન્ટીંગના વખાણ કરી પોતાની જાળમાં ફસાવી હતી. જે પછી વિશ્વાસ કેળવી તેણીની નજીક આવ્યો હતો. અને હવસ સંતોષવા માટે છાત્રાના પતિની હત્યા કરવાની ધમકી આપી જુદા-જુદા સમયે બસ, પોતાની કારમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.
જેના ત્રાસથી વાજ આવી છાત્રાએ ડીસા પંથકના તેના ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. તેમજ હાથની નસ કાપી નાખી હતી. તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં સ્વસ્થ થતાં બસ ચાલક સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા પંથકની યુવતીના લગ્ન નવસારીમાં થયા હતા. જે વર્તમાન સમયે તેના પતિના ઘરે રહી ફાઇન આર્ટસમાં અભ્યાસ કરી રહી છે. જે નવસારીથી તેના પતિ સહિતના મિત્રો સાથે ખાનગી બસમાં ઉત્તર ભારતની ટૂરમાં ગઇ હતી. ત્યારે સાથેની બીજી બસનો ચાલક વડોદરાનો ઇમરાનખાન કાસમહુસેન ઘોરી તેણીની સાથે પરિચય કેળવી ઇન્સટા ગ્રામ આઇ.ડી.માં દોરેલા પેઇન્ટિંગના વખાણ કરી નજીક આવ્યો હતો. જે પછી મોબાઇલ ફોન મેળવી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. જે દરમિયાન તેનું પોત પ્રકાશ્યું હતું. અને છાત્રાના પતિની હત્યા કરવાની ધમકી આપી તેણી નવસારીથી ડીસા આવતી હતી.
ત્યારે વડોદરાથી લક્ઝરી બસમાં ચઢી સ્લિપર સીટમાં તેણીની ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ. જે પછી તેણી એસ. ટી. બસમાં આવતી હતી. ત્યારે પણ સ્લિપર કોચમાં દુષ્કર્મ આચર્યુ હતુ. ત્રીજી વખત જ્યારે તે બસમાં આવતી હતી. ત્યારે રસ્તામાં તે કાર લઇને આવ્યો હતો અને કારમાં બેસાડી સેંથામાં સિંદુર પુરી પત્ની બનાવી રસ્તામાં બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
ઇમરાન ઘોરી તેણીના ઘર આગળ સળગી મરવાની પણ ધમકી આપતો હતો. આથી ત્રાસથી વાજ આવી છાત્રાએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી.તેમજ હાથની નસ કાપી દીધી હતી. તેણીને ડીસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તબિયત સ્વસ્થ થતાં વડોદરાના ખાનગી બસ ચાલક ઇમરાનખાન કાસમહુસેન ઘોરી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.