ભાવનગરના માઢીયા ગામ નજીક ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના પીપરલા ગામના બે યુવકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

   અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના પીપરલા ગામમાં રહેતા બે યુવકો રમેશભાઈ મોહનભાઈ ગળચર ( ઉં. વ.૩૫ )) અને મુકેશભાઈ વશરામભાઈ ગળચર ( ઉં.વ.૨૮) તેમનીમોટરસાયકલ લઈને દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ભાવનગરથી આગળ માઢીયા ગામ નજીક પહોંચ્યા ત્યારે હાઇવે પર ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતા બંને યુવકોને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં રમેશભાઈ મોહનભાઈ ગળચરનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.આ બનાવવા અંગે હોસ્પિટલ પોલીસે કેસ કાગળ તૈયાર કરી વેળાવદર ભાલ પોલીસને જાણ કરી હતી.