પાવીજેતપુર નજીક ખાંડીયા અમાદર જતા રસ્તા ઉપર વીજ પોલો નમી જતા મોટી હોનારતનો ભય 

            પાવીજેતપુર નજીક ખાંડીયા અમાદર જવાના રસ્તા પાસે એમ.જી.વી.સી.એલ ના વીજ થાંભલાઓ નમી જતા ચોમાસામાં મોટી હોનારતનો ભય જનતાને સતાવી રહ્યો છે. 

              પાવીજેતપુર થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ ખાંડીયા અમાદર જવાના રસ્તા ઉપર લાંબા સમયથી વીજ થાંભલાઓ નમી જવા પામ્યા છે. ચોમાસુ આવવાની તૈયારી વર્તાઈ રહી છે, ત્યારે વાવાઝોડું આવે અથવા વધુ વરસાદ પડે તો નમેલા વીજ થાંભલા વધુ નમી જશે, અને રોડ ઉપર જતા આવતા વાહનો ઉપર પડવાનો પણ ભય જનતાને સતાવી રહ્યો છે. સ્વાભાવિક રીતે જ વીજ થાંભલાઓ નમી જતા વીજ વાયરો પણ નીચે લબડવા લાગ્યા છે આવા વીજ થાંભલાઓ કેટલી ઠેકાણે નમી જવા પામ્યા છે. ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રી મોનસુન કામગીરી કરી આવા નમી ગયેલા વીજ થાંભલાઓને દુરસ્ત કરે તેમ જ અઘટિત ઘટના ન ઘટે તેવું આયોજન કરે તેમ આ વિસ્તારની જનતા ઇચ્છી રહી છે. 

            આમ, પાવીજેતપુર નજીક ખાંડીયા અમાદર જવાના રસ્તા ઉપર વીજ થાંભલાઓ નમી જવા પામ્યા છે જેને લઇ ચોમાસા દરમિયાન મોટી હોનારતનો ભય જનતાને સતાવી રહ્યો છે. આજ પ્રકારે તાલુકામાં કેટલાય ખેતરોમાં વીજ થાંભલાઓ નમી ગયા હોવાની ફરિયાદો સાંભળવા મળે છે. ત્યારે તંત્ર આવા નમી ગયેલા વીજ થાંભલાઓને દુરસ્ત કરે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.