અમીરગઢના ઇકબાલગઢ મહાદેવિયા પાસે ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમા એકનું મોત અને એક યુવક ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં રીક્ષા સવાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અમીરગઢ ઈકબાલગઢ મહાદેવીયા નજીક ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં સવાર બે વ્યક્તિઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત અને એક ઘાયલ થયો હતો.
આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડી મૃતક પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.